પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ -સુપ્રીમ કોર્ટમાં જનહિતની પિટિશન દાખલ- 16મી માર્ચે થશે  સુનાવણી

(Photo credit: IANS)

ભારતની સુપ્રીમ કોર્ટે જનહિતના મામલે પંજાબ નેશનલ બેન્કની વિરુધ્ધ જનહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં અરજદારે ભારતની પીએનબી બેન્કમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીને વિદેશમાંથી પકડીને ભારત પરત લાવીને તેમની પર કાયદેસર પગલાં લેવાની માગણી કરી હતી.

કેન્દ્રીય નાણાં મંત્ર્યાલય દ્વારા બેન્કોને અપાતી લોન બાબત એક ચોક્કસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવવી જોઈએ એવું સૂચન પણ કરવામાં  આવ્યું છે.

      આ પિટિશનની સુનાવણી ચીફ જસ્ટિસ શ્રી દીપક મિશ્રાની અધ્યક્ષતામાં ત્રમ ન્યાયાધીશોની ખંડપીઠ કરી રહી છે. આગામી 16 માર્ચના સુપ્રીમ કોર્ટ એની સુનાવણી કરશે.