પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને મુસ્લીમ લીગ પાર્ટીના પ્રમુખપદેથી બરતરફ કર્યા

(Phoyo Credit: IANS)

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને તેમની મુસ્લિમ લીગ પાર્ટીના પ્રમુખપદેથી બરતરફ કર્યા છે. આ અગાઉ નવાઝ શરીફ અને તેમના પરિવાર વિરુધ્ધ ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા. જે ને કારણે તેમને વડપ્રધાનપદેથી તેમજ સંસદસભ્યના પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. અવામી મુસ્લિમ લીગના પ્રમુખ શેખ રશીદ અહેમદે સુપ્રીમ કોર્ટમાં  પિટિશન કરીને નવાઝ શરીફના પ્રમુખપદ સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે નવાઝ શરીફે પોતાની સામે મૂકવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશનું સૈન્ય અને ન્યાયતંત્ર મારી વિરુધ્ધ કાવતરું કરી રહ્યું છે.