પંજાબ નેશનલ બેન્ક કૌભાંડની સેન્ટ્રલ વિજિલિયન્સ કમિશન ( કેન્દ્રીય સતર્કતા આયોગ)  તલસ્પર્શી તપાસ કરશે

REUTERS

 ભારતીય ઈતિહાસમાં સહુથી મોટા બેન્ક કોભાંડ પીએનબી ગોઠાળામાં રોજબરોજ નવા નવા સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેમની સાથે સંકળાયેલા લોકોએ કેવી કેવી છેતરપિંડી કરીને નાણાની ઉચાપત કરી છે તે અંગે જાતજાતની વિગતો બહાર આવવા માંડી છે. મિડિયા અને સરકારી વહીવટીતંત્ર – બન્ને જાણે ઊંઘતા ઝડપાયા છે… નીરવ મોદી અને તેનો પરિવાર હાલ વિદેશમાં જલસા કરી રહ્૟ો છે ત્યારે ભારત સરકારના વહીવટીતંત્રની  તોેમજ ગફલત કરનવારા પીએનબી તંત્રની ઊંઘહરામ થઈ ગઈ છે…હવે આ ગોટાળાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે..અબ પછતાયે કયા ભયા , જબ ચીડીયા ચુગ ગઈ ખેત….

કેન્દ્રીય સતર્કતા આયોગ – સીબીસી આ અંગે કાર્યવાહી કરી રહી છે. તેણે કેન્દ્ર સરકારના સંબંધિત વહીવટીતંત્રને અને પંજાબ નેશનલ બેન્કને 10 દિવસની અંદર એનો રિપોર્ટ આપવાની સૂચના આપી છે.

  આયોગે – કમિશને પીએનબીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ કૌભાંડમાં સામેલ અદિકારીઓના નામ આપવાનું પીએનબીને જણાવવામાં આવ્યું હતું. એસાથે સાથે આ ગોટાળો અટકાવી શકવાની ક્ષમતા ધરાવનારા અધિકારીઓના નામ પણ આપવાનું જણાવ્યું હતું. સતર્કતા આયોગના ડિરેકટર શ્રી ટીએમ ભસીન આ બેઠકમાં ખાસ ઉપસ્થિત  રહ્યા હતા.

આ  બેઠકમાં એક સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ગીતાંજલિ જેમ્સનો માલિક મેહુલ ચોકસી નકલી હીરા વેચતો હતો. આ માહિતી ગીતાંજલિ જેમ્સના પૂર્વ એકઝીકયુુટિવ ડિરેકટર સંતોષ શ્રીવાસ્તવે આપી હતી. ઉપરોક્ત માહિતીની વિગતો આપતાં શ્રી સંતોષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બ્રાન્ડ વેલ્યુના નામે પ હીરાને પ્રીમિયમ હીરો કહીને વેચવામાં આવતો હતો. બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરીને સી ગ્રેડના હીરાને એ ગ્રેડનો કરીને વેચવામાં આવતો હતો. હીરાની ખરેખરી કિંમત કરતા દશ – વીસ ગણી કિંમતે નકલી હીરાને અસલી હીરો કહીને ( સર્ટિફિકેટ આપીને) વેચી  દેવાતો હતો. સંતોષે 2013 સુધી ગીતાંજલિ જેમ્સના રિટેઈલ બિઝનેસ હેડ તરીકે કામગીરી બજાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, ભારતના વિવિધ શહેરો – નગરોમાં ગીતાંજલિ જેમ્સના હજારો  ગ્રાહકો છે….