ચીનના ઓબીઓઆર પ્રોજેક્ટના જવાબમાં ભારત- યુએસ શરૂ કરશે નવો પ્રોજેક્ટ

Photo Credit: Jay Mandal

 

ચીન એશિયા ઉપખંડમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારવાના જુદા જુદા પ્રયાસો સતત કરતું રહ્યું છે. પાકિસ્તાન, નેપાળ , શ્રીલંકા માલદીવ સહિતના નાના રાષ્ટ્રો સાથે ગણતરીપૂર્વક સંબંધો સ્થીને પોતાના અંગતહિતો મેળવી લેવાને એના પેંતરાઓ જગજાહેર છે. પાકિસ્તાન સાથે વન બેલ્ટ વન રોડ- કોરિડોર રચીને પ્રશાત મહાસાગરના વિસ્તારમાં પોતાનો પગપેસારો કરવાનો અને વિવિધ રાજ્યોના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને , ભારતના સીમાવર્તી પ્રદેશો અને નૈસર્ગિક સંપદા બાબત જાસૂસી – પગપેસારો કરીને પોતાનો ભૌગોલિક વિસ્તાર કરવાની  મેલી મુરાદ સાથે કાર્યવાહી  કરતું રહે છે. એના જવાબમાં હવે ભારત- અમેરિકા પરસ્પર નિકટઆવીને નવા પ્રોજેક્ટનું નિર્માણ કરવા વિચાર કરી રહ્યા છે. જાપાન- અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા એકસાથે મળીને પોતાનું અલગ ઈન્ફ્રાસ્ર્ટ્રકચર શરૂ કરશે.

આગામી સપ્તાહે ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. ડોનાલ્ડ

ટ્રમ્પ સાથે વિવિધ તબક્કે થનારી ચર્ચા દરમિયાન સંભવિત પ્રોજેક્ટની વિચારણાને અગ્રીમતા ાપવામાં આવશે એવું ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્ર્યાલય દ્વારા અપાયેલી અધિકૃત માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.