બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ-સિનિયર કોમ્યુનિટી સેન્ટર ઓફ વીટીએનવાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન

ન્યુ યોર્કઃ નારી હૈ તો ક્યા હુઆ, હમ અપના ભવિષ્ય બનાયેંગે. અમેરિકામાં બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ અને સિનિયર કોમ્યુનિટી સેન્ટર ઓફ વીટીએનવાયના સંયુક્ત ઉપક્રમે નવમી માર્ચે શુક્રવારે ઇન્ટરનેશનલ વીમેન્સ ડેની ઉજવણી કરાશે. વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુ યોર્ક, વલ્લભ હોલ, 100, લેકવિલે રોડ, ન્યુ હાઇડ પાર્ક, ન્યુ યોર્કમાં આ ઉજવણી બપોરે ત્રણથી સાંજે છ દરમિયાન થશે. 28મી ફેબ્રુઆરી સુધીમાં રજિસ્ટ્રેશન કરાવાશે. રેફલ ટિકિટ સાથેના માત્ર મહિલાઓ માટેના જ આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે દક્ષાબહેન પટેલ, સહયજમાન તરીકે મંજરીબહેન ભટ્ટ છે. કાર્યક્રમમાં ડો. દીપિકા ડોક્ટર, ડો. વસુંધરા કાલાસાપુડી, ડો. શીતલ દેસાઈ, રેખા ત્રિવેદી, પદ્માબહેન મહેતા, ગોપી ઉદ્દેશી, શિમુલ શાહ ઉપસ્થિત રહેશે. રજિસ્ટ્રેશન માટે ગોપી ઉદ્દેશીનો
ઈ-મેઇલ gopiudeshi@gmail.com  પર સંપર્ક કરવો.