નીરવ મોદી અને મેહુલ ચોકસીના ધંધાકીય સ્થળો પર આવકવેરાના દરોડા-5100 કરોડનું હીરા- ઝવેરાત અને સોનું જપ્ત કર્યું

REUTERS

જાણીતા હીરાના વેપારી અને જવેરાતના અનેક શો-રૂમના માલિક નીરવ મોદી તેમજ તેમના કહેવાતા સાથીદાક મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સની ઓફિસો અને શો-રૂમ પર આવકવેરા ઱ખાતાએ દરોડા પાડયા હતા. નીરવ મોદીના કુર્લા- મુંબઈ સ્થિત નિવાસસ્થાન તેમજ બાંદ્રા ને સુરત સહિતના જવેલરી શો રૂમના દરોડા દરમિયાન આશરે 5100 કરોડનું હીરા-ઝવેરાત તેમજ સોનું જપ્ત કરાયું હતું. નીરવ મોદી, તેમની પત્ની , ભાઈ તેમજ ધંદાકીય ભાગીદારો વિરુધ્ધ આવકવેરા ખાતાએ ફરિયાદ દાખલ કરી છે. ઉપરોક્ત વ્યકિતઓના પાસપોર્ટ રદ કરવાની વિદેશ મંત્ર્યાલયને સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, નીરવ મોદીએ પંજાબ નેસ઩લ બેન્ક સાથે 11,356 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. નીરવ મોદી, મેહુલ ચોકસી, નીરવની પત્ની તેમજ તેમનો ભાઈ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ભારત છોડીને વિદેશ જતાં રહ્યા છે. નીરવ મોદી મૂળ પાલનપુરના વતની છે. આવકવેરા ખાતાએ પંજાબ નેશનલ બેન્કના બે કર્મચારીએ ગોકુલનાથ છેટ્ટી અને મનોજ ખરાત વિરુધ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.