ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારનો આરોપઃ ઉદ્યોગપતિ રતન તાતાનું નામ સંડોવાયું …

REUTERS

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે જો઼ડાયેલા ભ્રષ્ટાચારના વિવાદમાં હવે ભારતના અગ્રણી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન તાતાનું નામ પણ સંડોવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઈઝરાયલી મિડિયામાં જણાવ્યા અનુસાર, રતન તાતાએ અબજોપતિ ઉદ્યોગપતિ અર્નન મિચાન સાથે મળીને ઈઝરાયલ- જોર્ડન સીમા પર મુક્ત વ્યાપાર ક્ષેત્ર બનાવવાના પ્રેજેક્ટ પર સાથે મળીને કામગીરી બજાવી હતી. આ ક્ષેત્રમાં દેશની સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે આંખ આડા કાન કરીને સરકારે મિચાન અને તાતાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટને લીધે બન્ને ઉદ્યોગપતિ ભાગીદારોને ખૂબ જ  ફાયદો થયો હતો. આ મામલાને કારણે ઊભા થયેલા વિવાદને લીધે નેતન્યાહુનું રાજૂનામું માગવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ નેત ન્યાહુ બે વાર ઈઝરાયલના વડાપ્રધાનપદે કામગીરી બજાવી ચુક્યા છેે. દેશના સૌથી પ્રગતિશીલ અને સફળ રાજકી૟ નેતાઓમાં તેમની ગણના કરવામાં આવે છે.

એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છેકે, અબજોપતિ બિઝનેસમેન મિચાન અને નેતન્યાહુ વચ્ચે ભેટ- સોગાદોથી થયેલી આપ-લેને કારણે મિચાનને કર ચુકવવામાં રાહત હાંસલ થઈ હતી.

ભારતમાં સ્થિત તાતા કાર્યાલય દ્વારા  ઈઝરાયલી મિડિયાના આ અહેવાલનો સંપૂર્ણ પણે નકારી કાઢવામાં આવ્યો હતો.