વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા નો પ્રથમ લુક રિલિઝ

વરુણ ધવન અને અનુષ્કા શર્માની અતિચર્ચિત ફિલ્મ સૂઈ ધાગાનો પ્રથમ લુક આજે પ્રકાશિત  કરવામાં આવ્યો હતો. અનુષ્કા અને વરુણની જોડી પ્રથમવાર એકસાથે મુખ્ય ભૂમિકા  ભજવી રહી છે.ગ્રામ્ય પરિવેશની વાર્તા પર આધારિત આ ફિલ્મ માનવ જીવનમાં પુરુષાર્થના મહત્વની વાત રજૂ કરે છે. વરુણ પોતાની આ ફિલ્મ બાબત ખૂબ જ આશાવાદી છે. અનુષ્કા શર્મા જેવી નીવડેલી અભિનેત્રી સાથે પોતે સ્ક્રીન શેર કરી રહ્યો હોવાનું એને ગૌરવ છે.