ભારતની ક્રિકેટટીમનું પોર્ટ એલિઝાબેથ ખાતે આગમન

REUTERS

તાજેતરમાં દ. આફ્રિકા અને ભારત વચ્ચે વન-ડે મેચની શ્રેણી રમાઈ રહી છે. ભારતે કુલ છમાંથી ત્રણ વન-ડે મેચ જીતી લીધી છે. જયારે દ.આફ્રિકાએ એક જ વન-ડે મેચમાં જીત હાંસલ કરી છે. આમ આખી શ્રેણીમાં ભારત3-1થી આગળ છે.

  પાંચમી વન-ડે મેચ રમવા માટે ભારતની ક્રિકેટ ટીમ પોર્ટ એલિઝાબેથ આવી પહોંચી હતી. ત્યારે ટીમનું ખૂબજ શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જો પોર્ટ એલિઝાબેથમાં જીત મળસે તે ભારતની ટીમ આખી શ્રેણી જીતી જશે. ટીમ ઈિન્ડયાની આ જીત એ એની દ. આફ્રિકામાં સૌપ્રથમવારની શ્રેણી જીત હશે