ન્યુયોર્કમાં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલમાં 13મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની પૂજાનું આયોજન

ન્યુયોર્કઃ ન્યુયોર્કમાં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલમાં 13મી ફેબ્રુઆરી, મંગળવારે મહાશિવરાત્રિની પૂજા (આખી રાત્રિ દરમિયાન)નું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે છથી નવ વાગ્યા દરમિયાન પ્રથમ જમ મહાન્યાસા પારાયણ-રૂદ્ર અભિષેકમ 108 શંખ અભિષેકમ, પુષ્પ અલંકાર રૂદ્ર ત્રિશાંતિ નમઃ પૂજા-આરતી, પ્રસાદ યોજાશે. ચાર પ્રહરની પૂજા થશે.
રાતે નવથી મધરાતે 12 દરમિયાન મધરાતે દ્વિતીય જમા પૂજા, રદ્ર અભિષેકમ, અભરણ અલંકાર, શિવ અર્ચના, આરતી, પ્રસાદ યોજાશે.
મધરાતે 12થી વહેલી સવારે 3 વાગ્યા દરમિયાન તૃતીયા જમા પૂજા, રુદ્ર અભિષેકમ, વસ્ત્ર અલંકાર, શિવઅર્ચના, આરતી, પ્રસાદ યોજાશે.
વહેલી સવારે 3થી સવારે 6 વાગ્યા સુધી ચતુર્થ જમા પૂજા, રુદ્ર અભિષેકમ, ફળ અલંકાર, શિવઅર્ચના, નંદી પૂજા, આરતી, પ્રસાદ યોજાશે.