લોકપાલની નિયુક્તિના મામલે અનશન પર બેઠેલા અન્ના હજારેએ અનશન છોડી પારણું કર્યું ..

આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય બે કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતિમાં અન્ના હજારેએ તેમના ઉપવાસ સમાપ્ત કર્યા હતા. તેઓ 30મી જાન્યુઆરીથી લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટેની માગણીના સ્વીકાર માટે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ફડણવીસ તેમજ કેન્દ્રીય પ્રધાનો સાથે સંતોષકારક વાતચીત થઈ હતી. સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો હતો.

  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, લોકપાલ સર્ચ કમિટીની બેઠક 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના બધા સૂચનો અને નિર્દેશનું પાલન કરવામાં આવશે. સરકારે એક જોઈન્ટ ડ્રાફટિંગ કમિટીનું ગઠન પણ કર્યું છે. જે આ અંગેનો નવો ખરડો તૈયાર કરશે, જેને આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.