કરણી સેનાને અભિનેત્રી કંગના રનૌતનો પડકારઃ જો મારી ફિલ્મ મણિકર્ણિકાને સ્હેજ પણ નુકસાન કરવાની કોશિશ કરી તો પછી જોવા જેવી થશે. .

 

આજકાલ બોલીવુડની ઐતિહાસિક વિષય- વસ્તુ ધરાવતી ફિલ્મ મણિકર્ણિકા – દ કવીન ઓફ ઝાંસીની રજૂઆત માટે ધમાકેદાર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. 25મી જાન્યુઆરીએ  આ ફિલ્મ રિલિઝ થઈ રહી છે. આજથી લગભગ 60-62 વરસ પહેલાં બોલીવુડના અતિ જાણીતા અને વિશિષ્ટ ફિલ્મ- સર્જક સદગત સોહરાબ મોદીએ ઝાંસી કી રાની ફિલ્મ બનાવી હતી. જેમાં ઝાંસીન રાણીની ભૂમિકા સોહરાબ મોદીનાં પત્ની મહેતાબ બાનુએ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ટેકનીકલર હતી. આ ફિલ્મ એ ભારતની સૌ પ્રથમ ટેકનીકલર ફિલ્મ હતી. જેના ટેકનિશયનો ખાસ લંડનથી બોલાવવામાં આવ્યાં હતા. ફિલ્મ ટિકિટબારી પર સદંતર નિષ્ફળ નીવડતાં સોહરાબ મોદીજી દેવામાં ડૂબી હતા હતા. ત્યારબાદ કોઈ પણ નિર્માતાએ ઝાંસી કી રાનીને રૂપેરી પરદે રજૂ કરવાનો પુરુષાર્થ કર્યો નહોતો.

કંગનાએ કરણી સેનાને આપેલી ધમકી એ કદાચ ફિલ્મના પ્રચારનું જ એક ગતકડું લાગી રહ્યું છે…

 

  આજકાલ કંગના રનૌતનું ભાગ્ય ચમકી રહ્યું છે. મનુ વેડસ તનુ- ફિલ્મના બન્ને ભાગ સફળ અને લોકપ્રિય નીવડ્યા હતા. હવે આ ફિલ્મના સર્જક આનંદ એલ રાય મનુ વેડસ તનુ , ભાગ-3ની રજૂઆત માટે તૈયારી કરી રહ્યાચે. જેની ઘોષણા ટૂંક સમયમાં જ કરવામાં આવશે.