હસે, તેનું જીવન હસે …હસે તે નિરોગી થશે, હસે તે સહુના દિલમાં વસે…

Reuters

હસતા રહેવાથી કેટલા ફાયદા થાય છે તે જણશો તો બસ આખી જિંદગી બધું ભૂલીને માત્ર હસતાં રહેવાની ટેવ પડી જશે. હસતે હસતે કટ જાયે રસ્તે… હસવાથી શરીરમાં બ્લડ સરકયુલેશન બરાબર થાય છે. હસવાને કારણે શરીરને વધુ માત્રામાં એકસીજન મળે છે.જેને કારણે હૃદય યોગ્ય રીતે કાર્ય કરતું રહે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હસવાથી શરીરમાં મેલાટોનિન હાર્મોન બને છે. જે આપણને નિરાંતે નિદ્રા લેવામાં મદદરૂપ થાય છે. હસવાથી ટેનશન , સ્ટ્રેસ દૂર થાય છે. હસનાર વ્યકિત  સહુને ગમે છે.