અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીખળ કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ …

 

અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવી આપવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  ટીખળ કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં લાયબ્રેરીનો ઉપયોગ કોણ કરવાનું હતું ?..શું હું આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેંકયુ કહુ? બુધવારે 2 જાન્યુઆરીના દિવસે પત્રકારોને સંબોધતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમા અમેરિકા મૂડી રોકાણ ઘટાડી રહી છે એ નીતિનો બચાવ કર્યો હતો. ઓચિંતા ઈરાકની મુલાકાત લઈને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સહુને અચંબામાં મૂકી દીધાં હતા. ઈરાકમાંથી અમેરિકાના સૈનિકોને પરત અમેરિકા પાછા બોલાવવામાં આવી રહયા છે. એ કામગીરી શરૂ થઈ ચૂકી છે. અફઘાનિસ્તાનમાંથી પણ અમેરિકન સૈન્યને પરત બોલાવવાનો ટ્રમ્પે નિર્ણય લીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, આખી દુનિયામાં પોલીસ બનીને બધાની  સુરક્ષાની વ્યવસ્થા કરવાનું કામ માત્ર અમેરિકાનું જ નથી. અન્ય દેશોની પણ એ ફરજ છે. જે દેશોમાં અમેરિકાનું સૈન્ય ખડેપગે રક્ષા કરવાની અને સેવાની કામગીરી બજાવે છે તે દેશો અમેરિકાને કશો ખર્ચ આપતા નથી. જે તેમણે આપવો જોઈએ. આથી આખા વિશ્વની સલામતી અને રક્ષાની જવાબદારી કેવળ અમેરિકાને શિરે ન હોવી જોઈએ.